170
જ્ઞાન અને ધન એ બંને વચ્ચે એક દિવસ કોણ મોટું છે એ બાબતમાં વાદવિવાદ ઊભો થયો. તેઓ બંને પોતપોતાની મહત્તા બતાવીને બીજાને નાનો સાબિત કરવાનો પ્રયાસ કરી રહ્યાં હતાં. છેવટે તેનો કોઈ નિર્ણય ન આવતાં તેઓ બંને આત્માની પાસે ગયાં. આત્માએ કહ્યું કે તમે બંને સાચી વાતને સમજતા નથી. સદુપયોગ થવાના આધારે જ તમે શ્રેષ્ઠ બની શકો છો. એના બદલે તમારો દુરુપયોગ થાય તો તમે બંને છૂણાને પાત્ર બની જશો.
Reference: યુગ શક્તિ ગાયત્રી,નવેમ્બર- 2021