152
સરસ્વતી માતાના હાથમાં વીણા છે. તેમનું વાહન મોર છે. મોર અર્થાત્ મધુર બોલનાર. જો આપણે સરસ્વતી માતાની કૃપા મેળવવી હોય તો આપણે તેમના વાહન મોર જેવા બનવું જોઈએ. બધાની સાથે મીઠાશથી, નમ્રતા, સજ્જનતા, શિષ્ટતા અને આત્મીયતાથી બોલવું જોઈએ. જીભથી કડવું, અપ્રિય તથા અશિષ્ટ કદાપિ ન બોલવું જોઈએ. નાનાઓને પણ તું નહિ પણ તમે કે આપ કહેવું જોઈએ. દરેકનાં સન્માનનું રક્ષણ કરવું જોઈએ. બધા સાથે સન્માનભર્યો વ્યવહાર કરવાથી આપણે કશું ગુમાવવાનું નથી. બીજાને દુખ થાય એવાં કડવાં વચનો બોલવાનું પાપ ન કરવું જોઈએ.
Reference: યુગ શક્તિ ગાયત્રી , ઓગસ્ટ : 2021