લોમશઋષિએ પોતાના પુત્રશૃંગીને પોતાના કરતાં પણ વધારે મહાન બનાવવા માટે તેના શિક્ષણની સાથે આહારવિહારનું ખૂબ ધ્યાન રાખ્યું હતું. તેને આશ્રમમાં ઉગાડેલું અન્ન તથા ફળોજ ખવડાવવામાં આવતાં. તેમણે તેને નારીઓનું દર્શન પણ થવા દીધું ન હતું. રાજા દશરથ અને વશિષ્ઠ ઋષિએ જ્યારે આ સાંભળ્યું તો તેઓ શૃંગીની પરીક્ષા લેવા માટે ગયા. તેમણે અપ્સરાઓને મીઠાઈ લઈને મોકલી. શૃંગીએ કદાપિ સ્ત્રીઓને જોઈન હતી, તેથી તેમનો પરિચય પૂછડ્યો. તેમણે જવાબ આપ્યો કે અમે પણ બ્રહ્મચારી વિદ્યાર્થીઓ છીએ. અમારું ગુરુકુળ ઠંડા પ્રદેશમાં છે, તેથી અમારે મોટી ઉંમર સુધી દાઢી – મૂંછ ઊગતાં નથી. ખૂબ પ્રાણાયામ કરવાથી અમારી છાતી ફૂલી જાય છે. અપ્સરાઓએ શૃંગીને મીઠાઈ આપી અને કહ્યું કે આ અમારા આશ્રમનાં ફળો છે. શૃંગીએ તેમની વાત અક્ષરસઃ સાચી માની લીધી અને પિતાને તે બધું વિવરણ કહી સંભળાવ્યું. શૃંગીની વાત સાંભળીને લોમશ ઋષિ બહાર આવ્યા તો અપ્સરાઓની સાથે રાજા દશરથ અને વશિષ્ઠજીને જોયા. વશિષ્ઠજીએ પોતાના આવવાનો હેતુ જણાવતાં કહ્યું કે દશરથ રાજાનો પુત્રષ્ટિ યજ્ઞ કરાવવા યોગ્ય શક્તિશાળી વાણી શૃંગી ઋષિ પાસે જ છે. શૃંગી ઋષિએ દશરથ રાજાનો પુત્રેષ્ટિ યજ્ઞ કરાવ્યો. એનાથી રામ, લક્ષ્મણ ભરત અને શત્રુનના રૂપમાં ચાર દેવપુત્રો જન્મ્યા. તેમણે ઈતિહાસને ધન્ય બનાવી દીધો.
Reference: યુગશક્તિ ગાયત્રી, ઓક્ટોબર-2021