136
સૂર્યનો પ્રકાશ લઈને બેકિરણો ચાલી નીકળ્યાં. એક કાદવ પર પડ્યું અને બીજું તેમાં ખીલેલા કમળના ફૂલ પર પડ્યું. જે કિરણ કમળના ફૂલ પર પડ્યું હતું તેણે પેલા કાદવ પર પડેલા કિરણને કહ્યું કે જો, મારાથી જરા દૂર જ રહેજે. મને અડકીને અપવિત્ર ના કરી દઈશ. કાદવ પર પડેલું કિરણ એ સાંભળીને હસી પડ્યું. તેણે કહ્યું કે ભાઈ, જે સૂર્યનો પ્રકાશ લઈને આપણે બંને નીકળ્યા છીએ તે સૂર્યને આખા સંસારમાં પ્રકાશ ફેલાવવામાં કોઈ સંકોચ થતો નથી, તો પછી આપણી વચ્ચે મતભેદ કેવો? વળી જો આપણે આ કાદવને નહિ સૂકવીએ તો આ ફૂલને જરૂરી ખાતર ક્યાંથી મળશે? આવું સાંભળીને પેલું બીજું કિરણ પોતાના દંભ બદલ શરમાઈ ગયું.
Reference: યુગ શક્તિ ગાયત્રી, જુન 2014