Home Gujarati The true meaning of Parshu – પરશુનો સાચો અર્થ

The true meaning of Parshu – પરશુનો સાચો અર્થ

by

Loading

પ્રાચીનકાળમાં સહસ્ત્ર બહુ નામનો એક સ્વેચ્છાચારી રાજા થઈ ગયો. જેની ચાર ભુજાઓ હતી. નિરકંશ રાજાને જ્યારે જમદગ્નિએ સમજાવ્યા ત્યારે તે કોધિત થયો અને પીડા આપીને એમના પ્રાણ લઈ લીધા. આ સમાચાર મળતાં જ એમના પુત્ર પરશુરામ દુઃખી થયાઅને અનીતિ વિરુદ્ધ આક્રોશનો અભાવ જોઈને નારાજ પણ થયા. આને તેમણે વ્યક્તિગત હાનિ ન સમજતા સમષ્ટિગત સમસ્યા માની તેમણે શાસકની અનીતિ, અયોગ્ય વ્યવહાર તથા પ્રજ્ઞાના અજ્ઞાન રૂપી અંધકારનો નાશ કસ્વા માટે સંકલ્પ કર્યો અને કટોર તપશ્ચર્યા પૂર્વક મહાકાલની આરાધનામાં લાગી ગયા.

લોકમંગલ માટે માગવા આવેલ સાધકને મહાકાલે પરશુ નામનું અસ્ત્ર આપ્યું, જેથી જેઓ પાપ અને અન્યાયથી તથા અવિવેક અને અજ્ઞાનથી ઘેરાઈને પોતાનો અને સંસારનો વિનાશ કરી રહ્યા હતા તેમના માથા કાપી શકે.

પરશુરામે બધા અત્યાચારીઓના માથા કાપી નાખ્યા. આનું અલંકારિક વિવેચન એ છે કે, એમણે તેમના મગજમાં ધરમૂળથી ફેરફાર કરી નાખ્યો. અત્યાચારીને સદાચારી બનાવી દીધા. પરશુ એટલે કે પ્રબળ પ્રચાર અને સમર્થ જ્ઞાનયજ્ઞ. જનમાનસના પરિવર્તન માટે પ્રભાવી લોકશિક્ષણની જરૂર પણ હતી. માથું કાપવાનો અર્થ છે, વિચાર બદલી નાખવા. મહાકાલે પરશુરામને સફળતાનો આશીર્વાદ પણ આવ્યો અને સહયોગનું પ્રચંડ પ્રતીક પરશુ પણ. એમની રચનાત્મક અને સંઘર્ષાત્મક શક્તિઓ નિર્ધારિત દિશામાં લાગી ત્યારે જ લોકમાનસ પર તેનો પ્રભાવ પડયો.

Reference: યુગ શક્તિ ગાયત્રી, ડિસેમ્બર 2000

You may also like