165
ઋષિ એમને કહેવાય કે જેઓ ઓછામાં ઓછી વસ્તુઓથી નિર્વાહ કરતા હોય અને વધેલાં સાધનસંપત્તિથી સમયની જરૂરિયાતો પૂરી થાય એવાં કાર્યો કરતા હોય. વાતાવરણમાં સત્યવૃત્તિઓ વધારતા હોય. તેઓ શ્રેષ્ઠતા તરફ આગળ વધી રહેલા લોકોનું મનોબળ વધારે છે. વિનાશ કરવા માટે આતુર લોકોનાં કુચક્રોને સફળ થવા દેતા નથી. આવાં કાર્યો માટે જ ઋષિઓ પ્રત્યક્ષ તથા પરોક્ષ રૂપે નિરંતર કાર્ય કરતા રહે છે.
Reference: યુગ શક્તિ ગાયત્રી, ઓગસ્ટ: 2021