163
જે લોકો પોતાની લાલસાઓ તથા લિપ્સાઓ પૂરી કરવા માટે સંતોના કષ્ટસાધ્ય તપનો ખોટી રીતે લાભ લેવા ઈચ્છે છે તેમને ના તો શિષ્ય કહી શકાય કે ના તો સાચા ભક્ત કહી શકાય. માત્ર જીભથી બોલી દેવાથી કોઈ આશીર્વાદ ફળતા નથી. તેની સાથે પોતાના તપનો એક મોટો અંશ પણ જોડવો પડે છે. કોઈ સંત ના તપનો લાભ લઈને પોતાનો વૈભવવિલાસ વધારવો તે અધ્યાત્મ અને તત્ત્વજ્ઞાનથી હજારો માઈલ દૂરની વાત છે. એના માટે તો પોતે જ તપશ્ચર્યા કરવી જોઈએ. તપ કરવાથી જ પ્રસુપ્ત શક્તિઓનું જાગરણ થાય છે અને મનુષ્ય મહાન બને છે. – પ.પૂ. ગુરુદેવ
Reference: યુગ શક્તિ ગાયત્રી, ડિસેમ્બર 2021