155
એક ભૂખ્યા તરસ્યા સાધુના મને તેને કહ્યું કે શરીરને કષ્ટ શા માટે આપો છો? કોઈને ઘેર જઈને ભિક્ષા માગી લો. સાધુ ભિક્ષા માગવા તૈયાર થઈ ગયો. એ જ વખતે તેના આત્માએ મનની અજ્ઞાનતાનો વિરોધ કરતાં કહ્યું કે થોભો. તમે જેની પાસે માગશો એ પણ તમારા જેવો જ હશે. તો પછી તમે પોતે શા માટે કમાતા નથી? સાધુના મને ખોટી દલીલો કરીને તેને કહ્યું કે તમે તપસ્વી છો, અપરિગ્રહી છો, તેથી તમારે કમાવું ન જોઈએ. મનની આવી ખોટી દલીલનો વિરોધ કરતાં આત્માએ સમજાવ્યું કે જે અપરિગ્રહ ભીખ માગવાનું શિખવાડે એના કરતાં તો જાત મહેનત કરી કમાવું વધારે સારું છે. એના લીધે બીજા લોકો સામે હાથ નહિ ધરવો પડે. સાધુને આત્માની વાત સાચી લાગી. તેનું માનીને તેમણે એ દિવસથી ઉપાસના તથા સાધનાની સાથે સાથે સ્વાવલંબી જીવન જીવવાનો અભ્યાસ પણ શરૂ કરી દીધો.
Reference: યુગ શક્તિ ગાયત્રી,નવેમ્બર- 2021