146
ઈસુખ્રિસ્ત પોતાના શિષ્યો સાથે જઈ રહ્યા હતા. રસ્તે તેમણે જોયું કે એક ભરવાડ એક ઘેટાને ખૂબ પ્રેમ કરતો હતો. તેણે એ ઘેટાને ખોળામાં બેસાડ્યું અને પ્રેમથી તેને તાજું લીલું ઘાસ ખવડાવવા લાગ્યો.
ઈસુખ્રિસ્તે તેને એ ઘેટા પર એટલો બધો પ્રેમ રાખવાનું કારણ પૂછ્યું ત્યારે તેણે કહ્યું કે મહારાજ! આ ઘેટું હંમેશાં રસ્તો ભૂલી જાય છે. મારાં બીજાં બધાં ઘેટાં તો સીધાં ઘેર આવી જાય છે. આ ઘેટું ફરીથી ભૂલું ન પડી જાય એટલા માટે તેને હું પ્રેમ આપું છું. આવું સાંભળીને ઈસુખ્રિસ્ત પ્રસન્ન થઈ ગયા. તેમણે પોતાના શિષ્યોને કહ્યું કે માર્ગ ભૂલેલા લોકોને પણ પ્રેમથી સાચા માર્ગે વાળી શકાય છે.
Reference: યુગ શક્તિ ગાયત્રી , ઓગસ્ટ : 2021