175
અધ્યાત્મ જાદુગરી નથી કે તે આકાશમાંથી વરસતું કોઈ દૈવી અનુદાન પણ નથી. દેવી દેવતાઓ ખુશામત કરનારાઓને ખ્યાલ પણ કરતા નથી અને જે લોકો તેમના તરફ ધ્યાન ન આપે એમના ઉપર ક્રોધ પણ કરતા નથી. વાસ્તવમાં દેવત્વ એ આત્મજાગરણની એક વિશેષ સ્થિતિ છે. એમાં પોતાના પ્રસુત વર્ચસ્વને પ્રયત્નપૂર્વક જગાડવું પડે છે. એ માટે પ્રયાસ કરતા રહેવાથી વધારેમાં વધારે લાભ મેળવી શકાય છે.
Reference: યુગ શક્તિ ગાયત્રી , ઓગસ્ટ : 2021