પરમપૂજ્ય ગુરુદેવ જ્યારે દસ – અગિયાર વર્ષના હતા ત્યારે તેમના પિતા તેઓને મદનમોહન માલવિયાજી પાસે લઈ ગયા હતા. તેમની ઈચ્છા હતી કે યજ્ઞોપવિતસંસ્કાર અને ગાયત્રી મંત્રદીક્ષા મદનમોહન માલવિયાજી ઘ્વારા કરવામાં આવે. ગુરુદેવે લખુછે કે “માલવિયાજીના મુખેથી જે વાણી સાંભળી હતી તે હજુ સુધી મારા કાનોમાં ગુંજે છે. હૃદયના પડદાપર અને મસ્તિસ્કમાં એ ક્યારે ભુસાઈ ન શકે એવા જાણે લોખંડના અક્ષરોથી લખાઈ ગયી છે.” માલવિયાજીએ કહું હતું કે
“ભારતીય સંસ્કૃતિની માતા ગાયત્રી છે.
યજ્ઞ ભારતીય ધર્મના પિતા છે. “
આ માતા-પિતાની આપણે બધાએ શ્રવણકુમારની જેમ ખભા પર ઉપાડીનેસેવા કરવી જોયીએ.
પરમ પૂજ્ય ગુરુદેવના વિચાર:
યજ્ઞ અને ગાયત્રી દેવ સંસ્કૃતિના બે મુખ્ય આધાર છે. એટલા માટે જ યજ્ઞને ભારતીય સંસ્કૃતિના પિતા અને ગાયત્રીને એની માતા કહેવામાં આવે છે. એમના વિના તો પછી આપણું અસ્તિત્વ સમાપ્ત થયી જશે. ચારે તરફ વ્યાપ્ત આસુરી શક્તિઓને, લોભ-લાલચની પશુપ્રવતિઓને, પારાવારિક, સામાજિક તથા રાષ્ટ્ર્રીય રાજક્તાઓને તથા અપરાધિક અનિચ્છીતાઓને નષ્ટ કરવા માટે યજ્ઞ અને ગાયત્રી જ અમોધ બ્રહ્માસ્ત્ર છે. એ બંનેને ભૂલી જવા ના કારણે જ ભારતીય સમાજની આટલી દુર્દશા થયી રહી છે.
પરમ પૂજ્ય ગુરુદેવે પોતાની સૂક્ષ્મ દૃષ્ટિથી આ તથ્યને બહુ પહેલા સમજી લીધું હતું. પશુતાની ભાવનાઓ અને દુષ્પ્રવૃત્તિઓના દુર્ગંધયુક્ત વાતાવરણમાં ગળાડૂબ મનુષ્યને જોઈને પણ એમણે ક્યારે નિરાશા કે હતાશાનો અનુભવનથી કર્યો. એમણે સ્પષ્ટરૂપથી એ ઘોષણા કરી હતી કે મનુષ્ય પરમેશ્વરનો રાજકુમાર છે, દિવ્ય ક્ષમતાઓથી પરિપૂર્ણ છે, દેવતા છે. એ ફક્ત પરિસ્થિતિઓને વશ થયી ગયો છે, જેને કારણે પોતાના લક્ષયથી ભટકી ગયો છે. સદ્ધબુદ્ધિનું જાગરણ થવાથી એ સ્વયં આ સમસ્યાઓ સામે સફળાતાપુર્વક લડી શકે છે. તેથી જ યજ્ઞ અને ગાયત્રીને તેમને પુનઃપ્રતિષ્ઠિત કર્યા. દેશના ખૂણે-ખૂણામાં અને વિદેશમાં પણ લોકોની શ્રદ્ધા-ભાવનાને જાગ્રત કરી. આજે કરોડો વ્યક્તિ યજ્ઞ અને ગાયત્રીના મહત્વને સમજીને પોતાની આત્મિક પ્રગતિ કરી રહ્યા છે અને લોક-મઁગલ કાર્યોમાં રુચિ પણ લયી રહ્યાછે.