વેદોમાં યજ્ઞ નો અર્થ:
વેદોમાં તો યજ્ઞની મહિમાના વારંવાર વખાણ કર્યા છે. ઋગ્વેદમાં યજ્ઞની અનેક રૂપોની મીમસાં કરી છે. વેદોમાં યજ્ઞના અનેક રૂપો જાણવા મળે છે.
1) પ્રથમ યજ્ઞ પરાચેતના (બ્રહમના ) સંકલ્પથી સુષ્ટિના ઉદ્ભવ રૂપે દેખાય છે.
2) એક સ્વરૂપ યજ્ઞનું એ છે કે જેના અંતર્ગત ઉત્પન્ન સ્થૂળ, તથા સૂક્ષ્મ તત્વ, અનુશાસન વિશેષનું અનુપાલન કરતા કરતા સુષ્ટિ ચક્રને સતત પ્રવાહમાન બનાવી રાખેલ છે.
3) યજ્ઞનું એક સ્વરૂપ એ છે કે જેનાથી પ્રાણીજગત પ્રકૃતિના યજ્ઞેય પ્રવાહઓ ને આત્મસાત કરતા કરતા ઉત્પન્ન ઉર્જા વડે પોતાના ધર્મમાં કાર્યરત રહે છે અને પ્રકૃતિના પ્રવાહોને અસ્ત-વ્યસ્ત થવા નથી દેતા.
4) મનુષ્યો ઘ્વારા કરવામાં આવતા કર્મકાંડયુક્ત દેવયજ્ઞ એ વિજ્ઞાનની પ્રક્રિયાના અંગ છે. જેના અંતર્ગત મનુષ્ય પ્રકૃતિના પોષણ પ્રવાહોને પૃષ્ટિ પ્રદાન કરે છે.
મહર્ષિ યાજ્ઞવલ્કયે તો યજ્ઞના દર્શનની વિસ્તૃત વિવેચના કરતા કહ્યું છે કે યજ્ઞ તો પ્રાચીન ભારતના ઉર્જાસ્રોત રહ્યા છે. છિન્ન-ભિન્ન રાજ્યવ્યવસ્થા તથા બળવાખોર નરેશો અને રાજાઓના ઉદ્ધત આચરણને સંતુલિત કરવા માટે રાજસૂય યજ્ઞોનું વિધાન હતું. અશ્વમેઘ યજ્ઞ પતનશીલ સંસકૃતિ તથા સમાજ વ્યવસ્થાને નિયંત્રિત કરતા હતા. જો ક્યાંય ધાર્મિક પરંપરાઓમાં પતન પરાભવ અને પીડા જણાઈ આવતી હતી તો “વાજપેય યજ્ઞ” આચરણોમાં શોધખોળ પરિવર્તન કરાવતા હતા. દૈનિક અગ્નિહોત્ર તથા બલિવૈષ્વદેવ પણ જન -જનની વૃત્તિઓના સ્વચ્છ અને સારી બનાવી રાખવામાં અભૂતપૂર્વ ભૂમિકા નિભાવતા હતા. આ બધા ઉપક્રમોના જનક (પેદા કરનાર ) હતા યાજ્ઞવલ્ક્ય.
Reference: યજ્ઞ પિતા ગાયત્રી માતા