સંગતિકરણ – સામૂહિકતા
યજ્ઞ સામૂહિકતાનું પ્રતીક છે. અન્ય ઉપાસના કે ધાર્મિક કર્મકાંડ એકલા પણ કરી શકાય છે. ઘરમાં બધા ઊગતા હોય ત્યારે તમે સવારે ત્રણ વાગે ઉઠી ને બે કલાક જાપ કરી લો તો કોઈને ખબર નહી પડે. પરંતુ યજ્ઞ માટે તો ઘણા બધા લોકોનો સહયોગ લેવો પડે છે. યજ્ઞ નો પ્રભાવ ફક્ત પરિવારમાં જ નહી, પાડોશીઓ તથા વ્યાપક ક્ષેત્રમાં પણ પડે છે. આ જ સંગતિકરણ છે જેમાં બધા સંગઠિત થયી ને કાર્ય કરે છે. યજ્ઞ આયોજનથી સામૂહિકતા, સહકારિકતા અને એકતાની ભાવના વિક્સિત થાય છે.
પ્રત્યેક શુભ કાર્ય , પ્રત્યેક પર્વ-તહેવાર , ષોડશ સંસ્કાર બધા જ યજ્ઞની સાથે જ સંપન્ન થાય છે. એ ભારતીય સંસ્કૃતિના પિતા છે . ધાર્મિક તથા ભાવનાત્મક એકતા લાવવા માટે આવા આયોજનોનો સર્વમાન્ય આશ્રય લેવો દરેક પ્રકારે દૂરદર્શિતાપૂર્ણ છે. યજ્ઞનું વિધિવિધાન જાણી લેવાથી તથા એનો ઉદેશ્ય પ્રયોજન સમજી લેવાથી જ બધા ધાર્મિક આયોજનોની મૂળ આવશક્યતા પુરી થયી શકે છે. આજે આપણે તહેવારોમાં જે વિકૃતિ આવી ગયી છે એનું મુખ્ય કારણ આ જ છે કે યજ્ઞની આ સંગતિકરણ-સામૂહિકતાની ભાવનાને આપણે ભૂલી ગયા છીએ.
હોળી, દિવાળી , દશેરા તથા શ્રાવણી (રક્ષા બંધન) આપણી ચારેય વર્ણોના મુખ્ય તહેવાર હતા જે આ જ યજ્ઞિય સંગતિકરણના, સામૂહિકતાના શિક્ષણ વડે સમાજને જાગૃત કરવા માટે નિશ્ચિત કરવામાં આવ્યા હતા.
Reference: યજ્ઞ પિતા ગાયત્રી માતા