Home Gujarati Yajna Pita Gaytri Mata Part -14 યજ્ઞ પિતા ગાયત્રી માતા ભાગ – 14

Yajna Pita Gaytri Mata Part -14 યજ્ઞ પિતા ગાયત્રી માતા ભાગ – 14

by

Loading

અગ્નિ જ્યાં સુધી જીવિત રહે છે, ગરમી અને પ્રકાશની પોતાની વિશેષતા છોડતો નથી. એવી રીતે આપણે પણ આપણી ગતિશીલતાની ગરમી અને ધર્મપરાયણતાની રોશનીને ઘટવા દેવી ન જોયીએ. જીવનભર પુરુષાર્થી અને કર્તવ્યનિષ્ઠ રહેવું જોયીએ.

યજ્ઞાગ્નિના અવશેષ મસ્તક પર લગાવતા આપણે શીખવું જોઈએ કે માનવજીવનનો અંત મુઠી પર ભસ્મના રૂપમાં જ બાકી રહી જાય છે. આપણા આ અંતને ધ્યાનમાં રાખતા જીવનનો સદુપયોગનો પ્રયત્ન કરવો જોયીએ.

આ પ્રકારની અનેક શિખામણો આપણને યજ્ઞ પુરોહિત તરફથી મળે છે, જે આપણી અંદર દૈવીતત્વોનું સંવર્ધન કરતી રહે છે. યાજ્ઞિય ધર્મક્રિયાઓમાં ભાગ લેવાથી આત્મા પર ચઢેલા દોષ-દુર્ગુણ દૂર કરી શકાય છે. યજ્ઞથી આત્મામાં બ્રહ્મણતત્વ, ઋષિતત્વની વૃદ્ધિ દિન પ્રતિદિન થતી રહે છે. અને આત્માને પરમાત્મા સાથે જોડવાનું, બાંધી દેવાનું કાર્ય યજ્ઞાગ્નિ દ્વારા આમ જ થાય છે. જેવી રીતે લોખંડના બે ટુકડાઓને વેલ્ડીંગની ગરમી જોડી દે છે.

યજ્ઞના પ્રભાવથી મનોભૂમિ ઉચ્ચ , સુવિકસિત તથા સુસંસ્કૃત બને છે. મહિલાઓ , નાના બાળકો તથા ગર્ભસ્થ શિશુ વિશેષ રૂપથી યજ્ઞ શક્તિ વડે લાભવિત થાય છે. એમને સંસ્કારી બનાવામાં યાજ્ઞિય વાતાવરણથી વધુ ઉપયોગી થાય છે. દુર્બુદ્ધિ , કુવિચાર,દુર્ગુણ, તથા દુષ્કર્મથી વિકૃત મનોભૂમિમાં યજ્ઞ વડે ખુબ સુધાર થાય છે. એટલા માટે જ યજ્ઞને પાપનાશક પણ કહેવામાં આવેલ છે.

Reference: યજ્ઞ પિતા ગાયત્રી માતા

You may also like