યજ્ઞ વડે સ્વાસ્થ્ય સંવર્ધન અને રોગ નિવારણ
આર્યુવેદ શાસ્ત્રમાં સ્વાસ્થ્ય સંવર્ધન અને રોગ નિવારણ પર વ્યાપક ચર્ચા કરવામાં આવી છે. લગભગ બધા રોગોના ઉપચારની વિધિ એમાં છે. ધુમ્ર ચિકિત્સા (ધુમાડા દ્વારા સારવાર) એમાં તો એક વિશેષ ભાગ છે, જેમાં જુદી જુદી ઔષોધીઓના ધુમાડાથી સારવાર કરવામાં આવે છે. વરાળથી પણ ઈલાજ થયી શકે છે. હવન કરેલા પૌષ્ટિક પદાર્થો વાયુભૂત થયીને નાક,મોં તથા વાળના છિદ્રો ઘ્વારા શરીરમાં પ્રવેશ કરીને ઉત્તમ ફળ આપે છે.
યજ્ઞ ઉર્જાથી શરીર ગરમ થાય છે અને રક્ત સંચાર વધી જાય છે. એની સાથે યજ્ઞના ધુમાડાની ચાદર શરીરને ઢાંકી લે છે. આ પરિસ્થિતિમાં અનેક પૌષ્ટિક તથા સુંગધિત પદાર્થ શ્વાસ ઘ્વારા તથા લખો રોમ છિદ્રો ઘ્વારા શરીરમાં પ્રવેશ કરે છે. ચિંતન ચરિત્ર , આહાર-વિહારની પવિત્રતાની સાથે સાથે આ યજ્ઞોઉપચાર આગળ જતા સુખ , શાંતિ તથા સ્વાસ્થ્યનો માર્ગ પ્રશસ્ત કરે છે. આ પ્રક્રિયાથી શરીરને પુષ્ટ બનાવીને એટલું બળવાન બનાવી લેવામાં આવે છે કે રોગોનો પ્રભાવ જ ન પડી શકે.
રોગો થાય ત્યારે શરીરમાં ઔષધીઓ પહોંચાડવાની હોય છે.દવા , ગોળી , ચૂર્ણ , ઈન્જેકશન વગેરે અનેક માધ્યમોથી આ કાર્ય થાય છે. મોંઢા વડે દવાને શરીરમાં મોકલવાથી એનો પ્રભાવ મોડેથી થાય છે, જયારે ઈન્જેકશન વડે સીધી લોહીમાં દવા પહોંચાડવાથી ,આખા શરીરમાં ફેલાયી જાય છે. આનાથી પણ વધુ પ્રભાવી ઉપાય છે સીધું શ્વાસ ઘ્વારા શરીરમાં જઈને અસર કરવી. જેવી રીતે ગંભીર રોગીને ઓક્સીજનની નળી સીધી નાકમાં લગાવી દે છે, તેવું જ યજ્ઞથી થાય છે.
શારીરિક રોગો જ નહિ , માનસિક રોગોના નિવારણ માટે પણ યજ્ઞના ધુમાડામાં અપૂર્વ ક્ષમતા છે. કામ , ક્રોધ , મોહ , મદ , ઈર્ષ્યા , કાયરતા, કામુકતા , ભય , પ્રમાદ, આળસ , અહંકાર , નિરાશા વગેરે અનેક મનોવિકાર ચિકિત્સા હવન વડે જ સંભવ છે.
Reference: યજ્ઞ પિતા ગાયત્રી માતા