હવનમાં વપરાતી સામગ્રીઓ
હવનમાં વપરાતી સામગ્રીઓને ચાર ભાગ કરી શકાય.
1) ઔષોધીઓનું પ્રમાણસર મિશ્રણ
2) ઘી
3) સમિધાઓ
4) પૂર્ણાહૂતિમાં હોમનાર વિશિષ્ટ પદાર્થ
હવિષ્યમાં માત્ર વનસ્પતિઓના પાંદડા , ફળ , ફૂલ, જ નથી , પરંતુ અનેક પ્રકારની ઔષોધીઓ હોય છે. જેમ કે જાયફળ , લવિંગ , કપૂર , ધૂપ, ગુગળ , લોબાન વગેરે.
આંબા, ચંદન, દેવદાર જેવા વૃક્ષોની લાકડીઓ ફૂટી-ફૂટીને દળીને સામગ્રીમાં મેળવવામાં આવે છે.
મીઠા -મરચા કે અન્ય પદાર્થોની મનાઈ છે. કારણકે આવા મસાલાઓ કે રસાયણો ફાટીને ગેસ પેદા કરે છે જે મનુષ્યો માટે હાનિકારક છે.
ઘી પણ જો ગાયનું હોય તો અતિ ઉત્તમ. ઘી ના બે લાભ છે. એક તે અગ્નિને પ્રજ્વલિત કરીને વાતાવરણને માર્યાદિત રાખે છે. બીજું તે વાયુરૂપમાં પરિવર્તન પામીને સામગ્રીઓના સૂક્ષ્મ કણોને ચારેય તરફ ઘેરી લે છે અને તેની ઉપર વિધુત શક્તિનો ઋણાત્મક પ્રભાવ ઉત્પન્ન કરે છે.
પૂર્ણાહૂતિના ત્રણ ભાગ છે.
પેહલા સ્વિષ્ટિકૃત માટે ખાંડવાળો ખોરાક જેમ કે શિરો , મીઠાઈ , ખીર વગેરેની આહુતિ આપવામાં આવે છે.
બીજી પૂર્ણાહૂતિમાં કાષ્ટ વગરના સોપારી, નારિયેળ વગેરેનો ઉપયોગ થાય છે. આના પોષક તત્વો આપણા શરીર માટે લાભદાયક છે.
ત્રીજી પૂર્ણાહૂતિમાં ઘીની વાસોધરા કરવામાં આવે છે જેથી યજ્ઞકુંડમાં માં ચોટેલી કે વધેલી સામગ્રીઓ તરત જ સળગી ઉઠે છે.
“સર્વે ભવન્તુ સુખીના: “
સમાપ્ત
Reference: યજ્ઞ પિતા ગાયત્રી માતા