યજ્ઞિય ભાવના જ દેવપૂજન છે દાન છે.
વિશાળ બ્રહ્માંડમાંથી જ એક ભાગ તૂટીને પૃથ્વી બની છે એ તો વૈજ્ઞાનિકો તથા ખગોળશાસ્ત્રીઓએ સાબિત કરી દીધું છે. બ્રહ્માંડમાં આખી વ્યવ્શ્થા યજ્ઞ વૃત્તિ પર જ આધારિત છે. સૂર્ય , ચંદ્ર , અગ્નિ, જળ , પૃથ્વી બધા જ યજ્ઞિય કર્મ અપનાવીને સૃષ્ટિનું પોષણ , રક્ષણ અને વિકાસ કરી રહ્યા છે. સમુધ્ર, મેઘ , પર્વત , નદીઓ , વન્સપતિઓ, વૃક્ષો વગેરે બધા જ યજ્ઞિય અનુશાસનમાં બંધાયેલા છે. પશુ-પક્ષી , જીવડાં-પતંગિયા પણ પોત -પોતાની ક્ષમતા અનુસાર પ્રકૃતિના સહયોગમાં લાગેલા રહે છે. સમુધ્રમાં પાર વગરનું પાણી ભરેલું છે પરંતુ શું તે તેનો ઉપયોગ ફક્ત પોતાના માટે જ કરે છે. ના ! ઉદારતાપૂર્વક એ વાદળોને આપી દે છે. વાદળો પણ પોતે જ ક્યાં પી જાય છે, દૂર-દૂર સુધી ઉંચકી જવાનો અને વરસવાનો શ્રમ કરે છે. નદી-નાળા પ્રવાહિત થયીને ભૂમિને સિંચન અને પ્રાણીઓની તરસ બુઝાવવાનું કામ કરે છે. વૃક્ષ તથા વનસ્પતિઓ પોતાના અસ્તિત્વનો લાભ બીજાઓને જ આપતા રહે છે. ફળ, ફૂલ બીજાઓને માટે જ પેદા થાય છે. પશુઓના દૂધ , ચામડું અને બાલ-બચ્ચાંઓને લાભ મનુષ્યને મળે છે.
જીવધારીઓને શરીરનું પ્રત્યેક અવયવ પોતાના માટે નહિ પરંતુ સમગ્ર શરીરને લાભ પહોંચાડવા માટે કાર્ય કરે છે. હાથ મહેનત કરીને જે પણ ખાવા યોગ્ય પદાર્થ મોઢામાં મૂકે છે, મુખ તે ભોજનને શું પોતાની પાસે રાખી લે છે તે તેને પેટમાં પહોંચાડી દે છે. પેટ આંતરડા પણ પોતાનો શ્રમ લગાવીને એમાંથી પોષકતત્વો કાઢી લયીને લોહીમાં ભેળવી દે છે. લોહી હૃદયમાં પહોંચે છે તો તે તેને આખા શરીરમાં પ્રવાહિત કરી દે છે. એમાં હૃદયને કેટલો શ્રમ પહોંચે છે ? જીવનકાળ દરમ્યાન કરોડો વાર ધડકે છે. અવિરત ગતિ થી , એક ક્ષણનો પણ વિશ્રામ નહિ. જો હૃદય પોતાના આ શ્રમનો ત્યાગ રોકી દે તો પછી આ શરીરનું શું થાય ? ત્યાગ અને બલિદાનની આ યજ્ઞિય ભાવના ના હોય તો આ સંસારનું શું થાય ? બધી પ્રગતિ વિનાશમાં બદલાઈ જાય. ત્યારે તો ઉપનિષદમાં કહ્યું છે કે “યજ્ઞ જ સંસાર ચક્રની ધરી છે.” ધરી તૂટી જવાથી જ ગાડી આગળ કેવી રીતે વધી શકશે.
Reference: યજ્ઞ પિતા ગાયત્રી માતા