દેવપૂજન નો સાચો અર્થ:
દેવપૂજન નું તાત્પર્ય દેવતાઓની મૂર્તિઓની પૂજા કરવી, એમના આગળ આળોટી પડવું એ નથી. મૂળ વાત તો એ છે કે આપણે દેવતાઓના ગુણોને આપણી અંદર ધારણ કરીએ. એમના જેવું શ્રેષ્ઠ આચરણ રાખીએ. દેવતા એને કહેવાય જે આપે છે. જે કાયમ લેવાની વાત કરે છે એ તો લેવતા થયો, અસુર થયો. આજેય ચારેય તરફ શું થયી રહ્યું છે ? દરેક વ્યક્તિ લેવાની વાત કરે છે. સંસારમાં જેટલી પણ ધનસંપત્તિ છે, સુખ-સુવિધાના સાધન છે. બધું જ તે પોતાના માટે જ ઈચ્છે છે. આજે તો મનુષ્ય એટલો હલકો બની ગયો છે કે દીકરાના લગનમાં દહેજ માટે લાળ ટપકાવે છે ભીખ માંગે છે. અને ભણાવવાના કરેલ ખર્ચ છોકરીવાળાઓ પાસે માંગે છે. અને શરમ પણ નથી આવતી.
યજ્ઞ નો અર્થ દેવપૂજન એટલા માટે છે કે યજ્ઞ દેવતાને આપણે જે પણ આપીએ છીએ તેને તે વાયુભૂત બનાવીને આખા વાયુમંડળમાં વિખેરી દે છે. એને હજારો ગણું કરીને પાછું આપી દે છે. આપણે પણ આ જ ગુણ અપનાવો જોઈએ. સમાજ પાસે થી આપણને જે મળ્યુ છે, મળતું રહ્યુ છે અને આગળ પણ મળતું રહેવાનું છે. એમાં જેટલું સંભવ હોય તેટલું વધારીને સમાજને પાછું આપી દેવાની વાત વિચારવી જોઈએ. આ આપણું કર્તવ્ય છે. આમ કરીને આપણે કોઈની ઉપર ઉપકાર નથી કરતા. કોઈ આ બધું કરીને તો જુએ. દેવતાઓની અનુદાન-વરદાનની એના પર કેટલી વર્ષ થાય છે. ન્યાલ થયી જશે એ ન્યાલ!
ગુરુદેવના વિચાર:
સમાજમાં ખુબ વાવો, એનું પોષણ કરો અને કાપો.”વાવો અને કાપો” ની એ જ યજ્ઞિય મંત્ર હોવો જોયીએ. એમ નહિ કે “લુંટો અને ખાવો ‘. અમને જુઓ, અમે પણ આ જ કરીએ છીએ. જે કંઈ પણ છે તે સમાજમાં વાવી દીધું. આ યજ્ઞિય ભાવનાથી તો આજે આટલું વિશાળ સંગઠન ઉભું થયી શક્યું છે અને ચારેય તરફ વિચારક્રાંતિનો શંખનાદ ગુંજી રહ્યો છે.
Reference: યજ્ઞ પિતા ગાયત્રી માતા