ભક્ત નાનો હોય તોય શું ? બેકાર હોય તોય શું ? જો તેણે સાચી ભાવના અને શુદ્ધ મનથી ભગવાનની સાથે પોતાને જોડી દીધો હોય, તો ભગવાનની જે સંપત્તિ છે, વિભૂતિઓ છે, તે બધી જ ભક્તની પોતાની બની જાય છે અને તે ભક્તને બરાબર રીતે મળતી રહે છે.
તેના માટે શું કરવું પડે છે ? પોતાની જાત ભગવાનને સમર્પિત કરવી પડશે. બીજું શું કરવું પડશે ? ભગવાનની ખુશામત કરવાનું, તેને ફોસલાવવાનું અને તેને પોતાની મરજી મુજબ ચલાવવાનું બંધ કરવું પડશે, જાતે જ સમર્પણ કરવું પડશે. આપણે જ પોતાની જાતને બીજ બનાવવી પડશે અને ભગવાનના આ ફળદ્રુપ ખેતરમાં પોતાની જાતને જ વાવી દેવી પડશે, પછી જુઓ કેવો પાક ઊતરે છે. મકાઈનો એક દાણો ખેતરમાં વાવવામાં આવે છે, તેમાંથી છોડ ઊગી નીકળે છે, તેને ડોડા બેસે છે, એક એક ડોડામાં સેંકડો દાણા બેસે છે. એ જ રીતે એક બીજમાંથી જ હજારો દાણા થઈ જાય છે. આપ આપની જાતને ભગવાનના ખેતરમાં વાવી દો, સમર્પિત થાઓ અને પછી જુઓ તો ખરા કે આપની પ્રગતિ ક્યાંથી શરૂ થઈને કેટલી ઊંચાઈએ પહોંચે છે. સમર્પિત થવાનું મન નથી, હિંમત નથી તો પછી કામ કેવી રીતે ચાલશે ? જો આપ આગળ આવવાની હિંમત નહીં કરો અને તમારી જાતરૂપી બીજને જિંદગીભર એક પોટલીમાંજ ગોંધી રાખશો અને પછી આશા રાખશો કે ખેતરમાંથી મબલક પાક ઊતરે, તો શું એવું કદી શક્ય થયું છે ? સમર્પિત થવું પડશે. જો આપ સમર્પણ ન કરી શકો તો ભગવાન પાસેથી શી આશા રાખી શકો ?
યુગ શક્તિ ગાયત્રી, નવેમ્બર ૧૯૯૭
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6