વ્યકિત ધર્મોપદેશક હોય અથવા વિદ્વાન-મનીષી, તે પોતાની જાતને કેટલી તપાવી શકયો એના પર એની આંતરિક શ્રેષ્ઠતા નિર્ભર છે.
સંત રાબિયા જંગલમાં તપ કરી રહી હતી. પશુપક્ષી તેની આજુબાજુ બેસીને હસતાં-રમતાં હતા.
હસન ત્યાંથી નીકળ્યા. તેમને પણ પહોંચેલા સંત માનવામાં આપતા હતા. હસન જેવા રાબિયાની નજીક પહોંચ્યા, બધાં પશુપક્ષીઓ તેમને જોતો જ ભાગી ગયાં.
તેમને આશ્ચર્ય થયું અને રાબિયાને પૂછ્યું – જાનવરો, પક્ષીઓ તમને વળગેલાં રહે છે અને મને જોઈને ભાગે છે, એનું કારણ ?
રાબિયાએ પૂછ્યું – આપ શું ખાઓ છો ?
હસને કહ્યું – સામાન્ય રીતે માંસ જ ખાવા માટે મળે છે.
રાબિયા હસી પડી. લોકો આપને જેવા પણ સમજે તે એમની મરજી, પરંતુ આપનું હૃદય કેવું છે તેને આ નાસમજ જાનવર સારી રીતે જાણે છે. એટલા માટે સંસ્કારોના સંયમ ૫૨ સવિશેષ અને તેમાંય આહાર પર વધુ ધ્યાન આપવાની અપેક્ષા રાખવામાં આવે છે.
સંદર્ભ: યુગ શક્તિ ગાયત્રી, નવેમ્બર ૧૯૯૫