ચિત્રકેતુ એક રાજા હતો, જેને મહર્ષિ અંગિરાની કૃપાથી એક સંતાન પ્રાપ્ત થયું હતું. તેનું કિશોરાવસ્થામાં જ મૃત્યુ થઈ ગયું. રાજા પુત્રના વિયોગથી ખૂબ વ્યાકુળ બન્યો. અંતે ઋષિદેવ આવ્યા અને તેમણે દિવંગત આત્માને બોલાવીને શોકાતુર રાજા સાથે વાર્તાલાપ કરાવ્યો.
પિતાએ પુત્રને પાછા ફરવા કહ્યુંતો તેણે જવાબ આપ્યો, હે જીવ, ન તો હું તારો પુત્ર છું, ન તું મારો પિતા છે. આપણે બધા જીવો કર્માનુસાર ભ્રમણકરી રહ્યા છીએ, એટલા માટે તું તારા આત્માને ઓળખ. હે રાજન, તેનાથી જ તું સાંસારિક સંતાપોથી છુટકારો મેળવી શકે છે. તેને માટે તપ-સાધના કર.
રાજા આશ્વાસન પામ્યો અને તેણે પોતાનું શેષ જીવન આત્મકલ્યાણની સાધનામાં જોડીને આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યું અને જીવનમુકત થઈ ગયો.
વાસ્તવિક પુરુષાર્થ આત્મજ્ઞાનની પ્રાપ્તિ છે. યોગ ને તપ આ જ નિમિત્તે કરવામાં આવે છે. પોતાની જાતનો પરિષ્કાર અને અભ્યસ્ત કુસંસ્કારો સામે ઝૂઝવું એ જ તપ છે.
યુગ શક્તિ ગાયત્રી, એપ્રિલ ૨૦૦૩
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6