જાપાનના પ્રસિદ્ધ સેનાપતિ નોબુનાગા ઓછા સૈનિકો અને થોડાં સાધનોથી જ પોતાના સમર્થ વિરોધીઓના છક્કા છોડાવી દેવા માટે પ્રખ્યાત હતા. તેઓ પોતાના સાથીઓનું મનોબળ વધારવાની ક્લામાં ખૂબ કુશળ હતા.
એક વખત થોડા સૈનિકોનું મનોબળ વધારવા માટે એમણે એક તરકીબ રચી. સૈનિકોને લઈને તેઓ દેવતાના મંદિરમાં ગયા અને સિક્કો ઉછાળીને દેવતાની ઈચ્છા સિદ્ધ કરવા લાગ્યા. સિક્કો યિત પડે તો જીત અને પટ પડે તો હાર સમજવાની હતી.
ત્રણ વખત સિક્કા ઉછાળ્યા. ત્રણેય વખત ચિત પડ્યા. સૌ હર્ષથી નાચવા લાગ્યા. તાળીઓ પાડીને બૂમો પાડવા લાગ્યા, જીત, જીત, જીત.
લડાઈ લડવામાં આવી, ચાર ગણી વધુ સંખ્યાવાળા વિપક્ષને એ બહાદુરોએ તોડી-મરોડી નાખ્યો અને વિજ્યનો ડંકો વગાડતા પાછા ફર્યા.
અભિનંદન સમારંભમાં તોબુતાગાએ એ વિજયને સૈનિકોનો નહિ, તેમના મનોબળનો ગણાવ્યો અને રહસ્ય ખોલતાં તેમણે ઉછાળવામાં આવ્યો હતો તે સિક્કો બતાવ્યો. તે સિક્કાને એવી રીતે ઢાળવામાં આવ્યો હતો કે બન્ને બાજુ એ જ નિશાની હતી, જેને ચિત કહેવાતી હતી.
આત્મવિશ્વાસથી મોટી કોઈ શક્તિ નથી, તે અસંભવને પણ સંભવ કરી દેખાડે છે.
યુગ શક્તિ ગાયત્રી, મે ૨૦૦૩
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6