Home year2017 ઈશ્વર પ્રાપ્તિ

ઈશ્વર પ્રાપ્તિ

by Akhand Jyoti Magazine

Loading

એક વાર એક રાજાએ મંત્રીને પૂછ્યું – શું ગૃહસ્થ રહીને ઈશ્વરને પ્રાપ્ત કરી શકાય છે? મંત્રીએ કહ્યું – મહારાજ ! તેનો સાચો ઉત્તર તો કોઈ સિદ્ધ મહાત્મા જ આપી શકે છે. મંત્રી રાજાને ગાઢ વનમાં લઈ ગયા અને બોલ્યા – મહારાજ! આ વનમાં એક પ્રસિદ્ધ મહાત્મા રહે છે. તેમને મળવા માટે કીડા-મંકોડાથી પોતાને બચાવીને ચાલવું પડે છે. એક પણ કીડાનું મૃત્યુ થઈ જાય તો તેઓ શાપ આપી દે છે. રાજા ધ્યાનપૂર્વક ચાલતાં-ચાલતાં મહાત્માજી પાસે પહોંચ્યા અને પોતાનો પ્રશ્ન પૂછ્યો.

મહાત્માજીએ પ્રતિપ્રશ્ન કર્યો – મારી પાસે આવતાં રસ્તામાં શું શું જોયું ? રાજા બોલ્યા – ભગવન્ ! હું તો આપના શાપના ડરથી કીડા-મંકોડાને જોતો-જોતો આવ્યો છું. રસ્તામાં કોઈ દૃશ્ય તરફ મારી નજર ગઈ જ નથી.

મહાત્માજીએ હસતાં-હસતાં કહ્યું – રાજન્ ! જેવી રીતે મારા શાપના ડરથી તમે રસ્તામાં બચતા-બચતા આવ્યા છો, તેવી રીતે ભગવાનના દંડના ડરથી દુષ્કર્મોથી બચતા-બચતા ચાલવું જોઈએ. આ રીતે સાવધાનીથી ચાલતાં ગૃહસ્થ રહેવા છતાં પણ ઈશ્વરને પ્રાપ્ત કરી શકાય છે.

યુગ શક્તિ ગાયત્રી, નવેમ્બર ૨૦૧૭

Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6

You may also like