એક જાગીરદાર પોતાની જાગીર અને વૈભવ વિસ્તારની વાત દાર્શનિક સોક્રેટિસને સંભળાવી રહ્યો હતો. બડાઈ સાંભળતાં સાંભળતાં મધરાત થઈ તો સોક્રેટિસે પૃથ્વીનો નકશો મંગાવ્યો અને પૂછ્યું, “આમાં તમારી જાગીર ક્યાં છે ?”
નકશામાં એ જાગીરના ઠેકાણાનો ઉલ્લેખ ન હતો, ફક્ત પ્રાંત જ વટાણાના દાણા જેટલી જગ્યામાં દેખાતો હતો. તેણે તેના તરફ ઈશારો કર્યો.
સોક્રેટિસે ફરી પૂછ્યું, “આ તો એક પ્રાંતનો નકશો થયો. તું તારા ઠેકાણાનું સ્થાન અને વિસ્તાર (પ્રમાણ) બતાવ.” જાગીરદારે કહ્યું, “આ નકશાના પ્રમાણમાં મારું ઠેકાણું સોયના નાકા જેટલું જ હોવું જોઈએ.”
સોક્રેટિસ હસી પડ્યા. તેમણે બ્રહ્માંડના નકશામાં પૃથ્વીને એક તલના દાણા જેટલી બતાવતાં કહ્યું, “આ પૃથ્વીમાં પણ તારું ઠેકાણું અદ્રશ્ય જેટલું ઓછું છે, તો પછી સમસ્ત બ્રહ્માંડની સરખામણીમાં તો તે અત્યંત ઉપેક્ષણીય હશે. આટલી નાની વસ્તુ મેળવીને તું આટલી મોટી ડિગ શું કામ મારે છે ?’
યુગ શક્તિ ગાયત્રી, જુલાઈ ૨૦૦૬
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6