116
એક દિવસ સાંજના સમયે પંડિત મોતિલાલ નહેરૂ પોતાના પુત્ર જવાહરને લઇને ગાંધીજીને મળવા સાબરમતી આશ્રમ પર પહોંચ્યા. ઝૂંપડીમાં દીવો બળી રહ્યો હતો અને બારણા પર લાકડી મૂકેલી હતી.
પવનને જવાહર સાથે મજાક કરવાનું મન થયું. હવાના એક ઝપાટાથી દીવો હોલવાઈ ગયો. અંધારામાં જવાહરને લાકડી વાગી. જવાહરે ગુસ્સામાં ગાંધીજીને પુછ્યું- બાપુ તમે મોંથી અહિંસાની વાતો કરો છો અને લાકડી હાથમાં લઇને ચાલો છો. આમ શા માટે ?
ગાંધીજીએ હસીને કહ્યું-‘તારા જેવા તોફાની છોકરાઓને સીધા કરવા માટે.’
યુગ શક્તિ ગાયત્રી, માર્ચ ૧૯૯૦
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6