Home year2017 ભગવદ્કૃપા

ભગવદ્કૃપા

by Akhand Jyoti Magazine

Loading

એક દરિદ્ર બ્રાહ્મણ હતા. તેમણે પોતાની એકમાત્ર પુત્રીનાં લગ્ન એક ધનવાન વ્યક્તિના ઘરમાં કર્યાં. તેમનાં પત્ની પ્રત્યેક નવરાત્રિમાં યથાશક્તિ ભોગ વગેરેથી માની પૂજા કરતાં.

એક વાર પૂજા પહેલાં જ તેઓ માંદાં પડી ગયાં. બ્રાહ્મણને ચિંતા થઈ કે હવે પૂજાની તૈયારી કેવી રીતે થશે? તેમણે પોતાની પરણેલી દીકરીને સાસરેથી ઘરે લઈ આવી તેને આ જવાબદારી સોંપવા વિચાર્યું. તેઓ તેને લેવા ગયા તો તેમના વેવાઈએ તેમની પુત્રીને મોકલવાની ના પાડી દીધી. બ્રાહ્મણ દુ:ખી થઈને ઘેર પાછા ફરવા લાગ્યા.

માર્ગમાં બ્રાહ્મણે જોયું કે તેમની પુત્રી પોતાનો સામાન લઈને ઊભી છે. બ્રાહ્મણે તેને પૂછ્યું – તને તો તારા સસરાએ આવવાની ના પાડી હતી. પુત્રી બોલી – આપ ચિંતા ન કરો પિતાજી ! તેમને સમજાવીને આવી છું.

તેમની પુત્રી તેમની સાથે ઘેર આવી અને પૂજાની તૈયારીમાં પૂરેપૂરી સહાય કરતી રહી અને પછી પોતાના સાસરે જવાનું કહીને ચાલી ગઈ. તેના ગયા પછી થોડા સમય બાદ બ્રાહ્મણના વેવાઈ તેમની પુત્રીને લઈને ઘેર આવ્યા. તેઓ બોલ્યા – કાલે રાત્રે સ્વપ્નમાં દુર્ગા માનાં દર્શન થયાં. મને મારી ભૂલ તેમણે સમજાવી એટલે આપની પુત્રીને લઈને આવ્યો છું. બ્રાહ્મણ બોલ્યા – મારી પુત્રી તો નવ દિવસ મારી સાથે જ હતી. આ સાંભળીને તેમની પુત્રી બોલી – ના પિતાજી ! હું તો સાસરામાં જ હતી. હવે બ્રાહ્મણ અને તેમના વેવાઈને ખ્યાલ આવ્યો કે સ્વયં દુર્ગા મા બ્રાહ્મણની પુત્રી બનીને નવ દિવસથી તેમને સહાય કરી રહ્યાં હતાં. બંને જણા ભગવદ્કૃપાનો અનુભવ કરી અભિભૂત થયા વિના રહી શક્યા નહિ.

યુગ શક્તિ ગાયત્રી, નવેમ્બર ૨૦૧૭

Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6

You may also like