Home year2017 અનાસક્ત કર્મ

અનાસક્ત કર્મ

by Akhand Jyoti Magazine

Loading

અશ્વઘોષને વૈરાગ્ય આવી ગયો. ભોગ-વિલાસમાં અરુચિ અને સંસારથી વિરક્ત થઈ જવાને કારણે તેણે ઘરનો ત્યાગ કરી દીધો. ઈશ્વરદર્શનની અભિલાષામાં તે અનેક સ્થાનોમાં ભટક્યો પરંતુ મનમાં શાંતિ ન મળી.

કેટલાય દિવસો સુધી અન્નનાં દર્શન ન થવાથી ભૂખ્યો-તરસ્યો અને થાકેલો અશ્વઘોષ એક ખેતરમાં પહોંચ્યો. ત્યાં એક ખેડૂત શાંત અને પ્રસન્ન મુદ્રાથી પોતાનાં કાર્યમાં લાગેલો હતો. તેને જોઈને અશ્વઘોષે પૂછ્યું – મિત્ર ! તારી પ્રસન્નતાનું રહસ્ય શું છે ? ખેડૂતે જવાબ આપ્યો – મને ઈશ્વરનાં દર્શન થઈ ગયાં છે. અશ્વઘોષનાં આશ્ચર્યનો પાર ન રહ્યો. જે મેળવવા માટે તે વર્ષોથી ભટકતો હતો, તેનો અધિકારી એક ખેડૂતને જોઈને તેણે આશ્ચર્યભર્યા શબ્દોમાં કહ્યું – મને પણ પરમાત્માનાં દર્શન કરાવો ને !

જવાબમાં તે ખેડૂતે થોડા ચોખા કાઢ્યા. તે રાંધ્યા અને તેના બે ભાગ કર્યા. એક પોતાના માટે રાખ્યો અને એક અશ્વઘોષને આપ્યો. બંનેએ ભાત ખાધા. પેટ ભરાતાં જ અશ્વઘોષને ઊંઘ આવી ગઈ. કેટલાય દિવસોથી ભોજન ન મળવાથી અને થાકને કારણે અશ્વઘોષ લાંબા સમય સુધી ઊંઘતો રહ્યો. જ્યારે તે ઊઠ્યો તો તેને અનુભવ થયો કે તેણે આજના જેવી શાંતિ અને હળવાશ પહેલાં કદી અનુભવી ન હતી. તે ખેડૂતને શોધ્યો તો ખબર પડી કે તે ચાલ્યો ગયો છે.

અશ્વઘોષને અનુભવ થયો કે તે ખેડૂત જ ઈશ્વર હતા અને તેઓ તેને એ બોધ આપવા આવ્યા હતા કે અનાસક્ત કર્મ જ ઈશ્વરદર્શનનો સાચો અને સરળ માર્ગ છે.

યુગ શક્તિ ગાયત્રી, નવેમ્બર ૨૦૧૭

Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6

You may also like