ભગવાનના પરમભક્ત નરસિંહ મહેતા જૂનાગઢમાં રહીને ગૃહસ્થજીવન જીવતા હતા અને બીજા ભક્તો તથા દુઃખી લોકોની સેવામાં લીન રહેતા હતા.
એક દિવસ એક જાટવા કુળના ભક્તે તેમને પૂછ્યું કે શું આપ મારે ઘેર પધારીને અને કીર્તન કરીને તેને પવિત્ર કરશો ?
મહેતાજીએ કહ્યું કે હા કરીશ. તમે તૈયારી કરો. હું સમયસર ત્યાં આવીને કીર્તન કરીશ. નરસિંહ મહેતા હરિજનને ઘેર ગયા અને તલ્લીન થઈને ભગવાનનાં ભજનો ગાયાં અને પ્રસાદ પણ ગ્રહણ કર્યો. જ્યારે તેમની જાતિના રૂઢિવાદી નાગર બ્રાહ્મણોને આ વાતની ખબર પડી ત્યારે તેમણે પંચ ભેગું કરીને અંત્યજને ઘેર કીર્તન કરવાના કારણે તેમને નાત બહાર મૂકી દીધા.
નરસિંહ મહેતાએ નાગરજાતિના પ્રમુખને કહ્યું કે ભગવાનના ભકતોની કોઈ જાતિ હોતી નથી. જે લોકો એક સાથે ભજન કરે છે તેઓ એક જ જાતિના થઈ જાય છે.
યુગ શક્તિ ગાયત્રી, ઑગસ્ટ ૨૦૨૨
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6