ભગવાન બુદ્ધ આમ્રવૃક્ષ નીચે સાધના કરી રહ્યા હતા. કેટલાંક બાળકો કેરી ખાવાની લાલચમાં ઝાડ પર પથ્થરો ફેંકવા લાગ્યાં.
એક બાળકે ફેંકેલો પથ્થર ભગવાન બુદ્ધના માથા પર પડ્યો. તેમના માથામાંથી લોહી નીકળવા લાગ્યું. લોહી વહેતું જોઈને બાળકો ડરી ગયાં. તેમણે ભગવાન બુદ્ધનાં ચરણ પકડી લીધાં અને તેમની ક્ષમા માગવા લાગ્યાં.
ભગવાન બુદ્ધે નિશ્છલ બાળકોને ડરેલાં જોયાં તો તેમની આંખો છલકાઈ ઊઠી. એક બાળકે હાથ જોડીને કહ્યું – લાગે છે માથામાં વાગેલા ઘાને કારણે આપની આંખોમાંથી આંસુ નીકળી રહ્યાં છે. ભગવાન બુદ્ધે ઉત્તર આપ્યો – વત્સ ! મારી આંખોમાં આંસુ એટલા માટે આવી રહ્યાં છે કે મે જોયું કે તમે ઝાડ પર પથ્થર માર્યો તો તેણે તમને મીઠી કેરીઓ આપી અને જ્યારે પથ્થર મને વાગ્યો તો તમારે થર-થર ધ્રૂજવું પડ્યું. તમને ડરેલાં જોઈને મને આ આંસુ આવ્યાં છે. એ બાળકો ભગવાન બુદ્ધની કરુણા આગળ નતમસ્તક થઈ ગયાં.
યુગ શક્તિ ગાયત્રી, ઑગસ્ટ ૨૦૧૭
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6