બાર વર્ષના તપ પછી બુદ્ધ જયારે પાછા ફર્યા તો આખા નગરમાં હર્ષની લહેર ફેલાઇ ગઇ અને નગરના લોકો એમના સ્વાગત માટે સામે ગયા. પરંતુ પિતા શુદ્ધધન ગુસ્સામાં હતા- કે મારા રાજયમાં કોઇ વાતની કમી નથી છતાં પણ મારો પુત્ર ભિક્ષુકના વેષમાં દર-દર ભટકે, લોકોએ એમને બહુ સમજાવ્યા તો તેઓ નગરની સીમા પર તો ગયા, પરંતુ ગુસ્સો ઉતર્યો નહોતો.
બુદ્ધના મુખ પર પરમ શાંતિ છલકાતી જોઇને પિતાનો ગુસ્સો ઠંડો તો થયો, પરંતુ મનમાં એ જ વિચાર ચાલતો કે બધી જ સુખ-સુવિધા હોવા છતાં તે આ વેષમાં કેમ ફરે છે ? બુદ્ધ પિતાની વાત સમજી ગયા અને બોલ્યા-“કદાચ આપ મારાથી એટલા માટે નારાજ છો કે મેં આપની ઇચ્છાની વિરૂદ્ધ આ માર્ગ પસંદ કર્યો છે. પરંતુ ભગવાનની આજ મરજી હતી. તમોએ મને જન્મ આપ્યો એ પણ એક ઘટના હતી. યશોધરા સાથે વિવાહ કર્યા એ પણ એક ધટના હતી. રાહુલનો જન્મ ત્રીજી ઘટના હતી. પરંતુ આગળ બીજી કેટલી ઘટનાઓ મારા જીવનમાં ઘટશે. સૃષ્ટિને અત્યારે મારા પાસેથી શું કામ લેવું છે, તે ન આપ સમજો છો, ન હું જાણું છું અને હવે હું એ નથી કે જે બાર વર્ષ પહેલાં યા જન્મ સમયે હતો.”
કેટલાક લોકો એક જગ્યાએ પડી રહે છે, કેટલાક આગળ વધી જાય છે, જેઓ પડી રહે છે એમને સમજદાર કહી શકાય નહિ. જેઓ આગળ વધે છે, તેઓ જ જીવનમાં કંઇક કરી જાય છે.
યુગ શક્તિ ગાયત્રી, માર્ચ ૧૯૯૦
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6