પંડિતજી નાવમાં બેસીને નદી પાર કરી રહ્યા હતા. રસ્તામાં નાવિક સાથે વાર્તાલાપ શરૂ થયો.
પંડિતજીએ પૂછ્યું, “ભાઈ ! તું ગણિત ભણ્યો છે ? ” તેણે ના પાડી. પછી તેઓ ભાષા, ભૂગોળ, વ્યાકરણ, ઇતિહાસ વગેરે વિશે પૂછવા લાગ્યા. તેણે બધી વખત ‘ના’ પાડી. તે કાંઈ ભણ્યો-ગણ્યો ન હતો.
પંડિતજીએ કહ્યું, “તો તારી જિંદગી નકામી જ ગઈ. ભણ્યા વિનાના તો પશુ હોય છે,” નાવિક ચૂપ થઈ ગયો.
થોડી વારમાં ઝડપથી પવન ફૂંકાવા માંડ્યો. ભયંકર આંધી આવી અને નાવ ડગમગવા લાગી. ડૂબવાનું જોખમ જોઈને નાવિકે પંડિતજીને પૂછ્યું, “આપને તરતાં આવડે છે ?’” હવેના વખતે પંડિતજીનું માથું ‘ના’ માં હલ્યું, તો નાવિકે કહ્યું, “તો તો આપની જિંદગી જ પૂરી થઈ ગઈ. મારી તો નકામી જ ગઈ હતી. ‘
મસ્તિષ્કીય જ્ઞાન કરતા વ્યાવહારિક જ્ઞાનનો મહિમા ઓછો નથી.
યુગ શક્તિ ગાયત્રી, જૂન ૨૦૦૬
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6