આચાર્ય હરિદુમત યજ્ઞ સંચાલન માટે ગંધાર જઇ રહ્યા હતા. માર્ગમાં એક ગામ એવું આવ્યું કે જેમાં એક પણ માણસ નાસ્તિક નહતો.
જયારે તેઓ એક ગલીમાંથી પસાર થઇ રહ્યા હતા ત્યારે એક માણસ પોતાના બાળકને ખરાબ રીતે ધમકાવી રહ્યો હતો. તે એ વખતે ગુસ્સાથી લાલપીળો થઈ ગયો હતો. હરિદુમતે પૂછતાં તેણે જવાબ આપ્યો. “મહારાજ ! ગુસ્સે ન થાઉં તો શું કરું ? આખા ગામમાં આ એક જ એવો છે. જે નાસ્તિક છે. તેના કારણે મને અપયશ મળે છે. આપ જ બતાવો. આના ઉપાય માટે શું કરું?”
“તમે આ બાળક સાથે પ્રેમથી વર્તો. બાળકને આસ્તિક બનાવવા માટે ધમકાવવાનું બંધ કરી તેને વાત્સલ્ય આપો.” જવાબ આપી હરિદુમત ચાલતા થયા.
પિતા–માતા અને કુટુંબે બાળકને પ્રેમ આપ્યો. પરિણામ એ આવ્યું કે મોટો થઈને એ બાળક મહાન ધાર્મિક સંત ઉદ્દાલકના નામથી વિશ્વવિખ્યાત થયો. સાચું શિક્ષણ જ શ્રેષ્ઠ વ્યક્તિત્વનું નિર્માણ કરે છે.
યુગ શક્તિ ગાયત્રી, જાન્યુઆરી ૧૯૯૩
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6