અલી અને તેની મા મહેનત કરીને જિંદગી વિતાવી રહ્યાં હતાં. એક રાત્રે મા- દીકરો સૂઈ ગયાં હતાં ત્યારે અચાનક અડધી રાત્રે મા જાગી ગઈ અને તેણે અલી પાસે પાણી માગ્યું. અલી જ્યારે પાણી લાવ્યો ત્યારે માને ફરીથી ઊંઘ આવી ગઈ હતી. અલીએ સૂતેલી માને ન જગાડી અને પાણી લઈને માના માથા પાસે ઊભો રહ્યો કે જેવી તેની ઊંઘ ઊડશે તો પાણી આપી દઈશ. ઊભા ઊભા સવાર પડી ગઈ.
સવારે જયારે મા જાગી તો તેણે દીકરાને ગ્લાસ લઈને ઊભેલો જોયો. તેણે પૂછયું કે તે પાણી લઈને કેમ ઊભો છે, ત્યારે અલીએ આખી વાત કહી. આ સાંભળીને માની આંખો ભરાઈ આવી. તેણે અલીને આશીર્વાદ આપ્યા કે જ્યાં સુધી આ ધરતી રહેશે, ત્યાં સુધી લોકો તેને મળવા પાણી વચ્ચેથી ચાલીને આવશે.
આ જ અલી કાળક્રમે હાજી અલી નામે પ્રસિદ્ધ થયા. મુંબઈમાં પાણીની અંદર તેમની મઝાર છે, જ્યાં આજે પણ હજારો લોકો શ્રદ્ધાપૂર્વક આવે છે.
યુગ શક્તિ ગાયત્રી, ઑગસ્ટ ૨૦૧૭
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6