164
ગુજરાતના રવિશંકર મહારાજે અપરાધી પ્રવૃત્તિવાળા લોકો પાસે તેમની ભૂલો કબૂલ કરાવી અને પ્રાયથિત કરાવ્યું. એક અપરાથી રાતભર ઉધ્યો નહિ. સવારે તે મહારાજ પાસે પહોંચ્યો અને કહ્યું કે તેણે પડોશીને ત્યાં શરાબની બાટલીઓ રાખીને તેને પકડાવી દીધો. હવે અત્યારે તે જેલમાં છે.
રવિશંકર મહારાજે તેને પ્રાયથિત બતાવ્યું કે જ્યાં સુધી તે છૂટીને ન આવે, ત્યાં સુધી તેના ઘરનું ખર્ચ તમે ઉઠાવો અને તેનાં બાળકોની સારસંભાળ રાખો. તેણે એમ જ કર્યું. જ્યારે તે જેલમાંથી છૂટયો ત્યારે તેઓ ઘનિષ્ટ મિત્રો બની ગયા.
Reference: યુગ શક્તિ ગાયત્રી, માર્ચ – 2003