એવું વિચારવું ખોટું છે કે આપવાથી ઘટે છે. આપવાથી તો કેટલાય ગણું વધે છે. ઘેટાં ઉન આપે છે તો એના શરીર પર ફરીથી ઉન આવી જાય છે. અને રીંછ એ કોઈને પોતાના વાળને અડવા પણ નથી દેતો તો એના એવા જ સૂકા-ગંદા વાળ જ કાયમ રહે છે. કૂવો પાણી આપે છે તો અંદરથી બીજું પાણી ફૂટી નીકળે છે. જે કૂવાનું પાણી કોઈ નથી પીતું તેનું પાણી સડી જાય છે.
ગુજરાતના જલારામ બાપા એક ખેડૂત હતા, થોડી જમીન હતી, તેમાં ખેતી કરતા હતા. જે પણ રસ્તે જનારે આવતા તેને આશ્રય આપતા. એમની પત્ની રોટલા બનાવતી અને લોકોને જમાડતી. આ ક્રમ જલારામ બાપા અટકાવ્યા વગર ચલાવ્યા રહ્યા. આ યાજ્ઞિય ભાવનાને કારણે તેઓ ત્યાગ અને બલિદાનની મૂર્તિ બન્યા.
સંત રામદાસ અને સંત કબીરદાસ મિત્ર હતા. બંનેય પ્રખર વિધવાન અને સમાજની પીડા દૂર કરવા માટે સદાય તત્પર રહેતા. એકવાર સંત કબીરદાસે એક રૂપિયો આપીને સંત રામદાસને કહ્યું કે , આ રૂપિયા વડે આખી જમાત ને જમાડી દેજો. એ સમય સોંઘવારીનો હતો. પરંતુ જમાતમાં હજારો વ્યક્તિઓ હતા અને એક રૂપિયામાં બધાને ભોજન કરાવું અઘરું હતું. સંત રામદાસને એક યુક્તિ સુજી એમણે એક રૂપિયામાં ઘી અને જીરું ખરીદી લાવ્યા અને જ્યાં જમાતનું ભોજન બનતું હતું ત્યાં આ ઘી અને જીરાને ગરમ કરી દાળમાં વઘાર કરી દીધો. એ દિવસે પુરી જમાતે ભોજન કર્યુએ અને દાળના સ્વાદની પ્રશંસા કરી. એક રૂપિયાના યજ્ઞો લાભ હજારો વ્યક્તિઓને મળી ગયો.
થોડા દિવસ પછી સંત રામદાસજીએ સંત કબીરદાસને ચાર આની આપી અને કહું કે આનાથી આખા વિશ્વને ભોજન કરાવી દેજો. કબીરદાસજી વિધવાન હતા તેમને બજારમાંથી ઘી,સામગ્રી ,મિસ્ટાન્ન વગેરે ખરીદીને લયી આવ્યા અને એક યજ્ઞ કરી દીધો. બધા પદાર્થ યજ્ઞાગ્નિમાં વાયુભૂત થયીને આખા વાયુમંડળમા ફેલાયી ગયા.આખા વિશ્વમાં એ વાયુ ફેલાઈ ગયો અને બધા જીવધારીઓએ તેને શ્વાસ સાથે ગ્રહણ કર્યો.
ગાયત્રી પરિવાર પણ આજ યાજ્ઞિય સિદ્ધાંતને કારણે જ વધ્યો. ગાયત્રી તપોભૂમિ, શાંતિકુંજ, બ્રહ્મવર્ચસવ શોધ સંસ્થાન, શક્તિપીઠો વગેરે આજે દેશભરમાં ફેલાયેલા છે.
Reference: યજ્ઞ પિતા ગાયત્રી માતા